ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ. જે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવે છે. જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતો હોય છે. આ વખેત આ બેઠક ભાજપના જશવંતસિંહ અને કોંગ્રેસના ડો પ્રભા તાવડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની જબરજસ્ત જીત થઈ છે
દાહોદ બેઠક પર કોની કોની વચ્ચે હતી જંગ
- ભાજપ – જશવંતસિંહ ભાભોર
- કોંગ્રેસ – ડૉ.પ્રભા તાવિયાડ
કોણ છે જશવંતસિંહ ભાભોર
જશવંતસિંહ ભાભોર દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા.જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની તક આપી હતી.
કોણ છે ડૉ.પ્રભા તાવિયાડ?
ડો પ્રભા તાવિયાડ 2009માં દાહોદના સાંસદ તરીકે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીની નજીક ગણવામાં આવે છે. તેઓ વ્યવસાયે તબીબ છે તેમજ જિલ્લાના અગ્રણી નેતા પમ છે. પ્રભા તાવિયાડના પતિ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે
2019નું પરિણામ
- ભાજપ જશવંતસિંહ ભાભોર
- પરિણામ જીત
- કોંગ્રેસ બાબુ કટારા
- પરિણામ હાર
દાહોદ બેઠકનો ઈતિહાસ
એકંદરે આ બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે. ભાજપે આ બેઠક ઉપર અત્યાર સુધી 4 વાર જીત મેળવી છે. અહીં એક વખત સ્વતંત્ર પક્ષનો પણ વિજય થયો છે. આદિવાસી માટે અનામત બેઠક છે. કોંગ્રેસના સોમજી ડામોર દાહોદથી પાંચ ટર્મ સાંસદ રહ્યા છે.
દાહોદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
વર્ષ – સાંસદનું નામ – પક્ષ
- 1957 – જલજીભાઈ ડીંડોડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1962 – પીએચડી ભેલ, સ્વતંત્ર પક્ષ
- 1962 – હીરાભાઈ, સ્વતંત્ર પક્ષ
- 1967 – ભલજીભાઈ પરમાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1971 – ભલજીભાઈ પરમાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1980 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1991 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1996 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1998 – ડામોર સોમજીભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1999 – બાબુભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટી
- 2004 – બાબુભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટી
- 2009 – ડૉ. પ્રભા તાવિયાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2014 – જસવંતસિંહ ભાભોર, ભારતીય જનતા પાર્ટી
- 2019 – જસવંતસિંહ ભાભોર, ભારતીય જનતા પાર્ટી
દાહોદ લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
- સંતરામપુર
- ફતેપુરા
- ઝાલોદ
- ગરબાડા
- લીમખેડા
- દાહોદ
- દેવગઢબારિયા
દાહોદનું જ્ઞાતિ સમીકરણ?
આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી આ બેઠક છે. ભીલ સમુદાયની તમામ તાલુકાઓમાં વધુ વસતિ છે તેમજ દેવગઢબારિયામાં કોળી સમાજના મતદારો પણ નોંધપાત્ર છે. લીમખેડામાં પણ કોળી સમાજના મતદાર નોંધપાત્ર છે.
અન્ય સમાજના અંદાજે 10% મતદાર છે.
દાહોદ લોકસભા બેઠકના મુદ્દા
આ લોકસભાની ચૂંટણીમાં દોહાદમાં મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો મોટેભાગે ચોમાસા આધારિત ખેતી થાય છે માટે જિલ્લામાં નહેરો, સિંચાઈના પાણીનો વિકલ્પ નથી તે મુદ્દો ચર્ચાયો હતો. ચોમાસા સિવાયની સિઝનમાં નદી, ડેમના પાણી આધારિત ખેતી થાય છે તેમજ જિલ્લામાં સ્થાનિક સ્તરે રોજગારી નહીં હોવાની પણ વાત મતદારોમાં ચર્ચાઈ હતી.
દાહોદમાં 59.31 ટકા મતદાન નોંધાયું હતું
દાહોદ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં 59.31 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સંતરામપુરમાં 57.06 ટકા જ્યારે ફતેપુરામાં 52.99 ટકા, ઝાલોદમાં 54.33 ટકા તો લીમખેડામાં 68.63 ટકા, દાહોદમાં60.65 ટકા તો ગરબાડામાં 58.15 ટકા જ્યારે દેવગઢબારિયામાં 64.51 ટકા મતદાન નોંધાયું હતું