Rajkot Fire Case: પોલીસે રાજકોટમાં ગેમિંગ ઝોનના કો-ઓનરની ધરપકડ કરી છે. ગયા મહિને રાજકોટ ગેમ ઝોનમાં આગમાં 27 લોકોના મોત થયા હતા. શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં ધરપકડની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.
TRP ગેમ ઝોનના છ માલિકોમાંના એક અશોક સિંહ જાડેજાએ ગુરુવારે સાંજે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. 25 મેના રોજ ગુજરાતના રાજકોટમાં ગુમિંગ ઝોનમાં આગ ફાટી નીકળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે જાડેજા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.
પોલીસે પાંચ સહ-માલિકો અને ગેમિંગ ઝોનના મેનેજરની ધરપકડ કરી હતી. ચાર સરકારી અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.