
સરકાર વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 22 થી 25 લાખ કરોડ કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ ધિરાણનો લક્ષ્યાંક રૂ. 20 લાખ કરોડ છે.
સરકારી યોજના
હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે રૂ. ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર બે ટકાની છૂટ આપે છે. આનો અર્થ એ થયો કે ખેડૂતોને વાર્ષિક સાત ટકાના રાહત દરે 3 લાખ રૂપિયાની કૃષિ લોન મળી રહી છે. સમયસર ચુકવણી કરનારા ખેડૂતોને દર વર્ષે ત્રણ ટકાની વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે.
