NEET-UG Exam Paper Leak: NEET-UG 2024 માટે કાઉન્સેલિંગ 6 જુલાઈથી થવા જઈ રહ્યું છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવશે.
NEET-UG પરીક્ષા પેપર લીક: NEET પરીક્ષામાં પેપર લીક થયા પછી, પરીક્ષા રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. ગુરુવારે, સુપ્રીમ કોર્ટે, એક કેસની સુનાવણી કરતી વખતે, NEET પેપર લીક કેસના અંતિમ નિર્ણય સુધી કાઉન્સિલિંગ રોકવાનો ઇનકાર કર્યો હતો. NEET-UG 2024 માટે કાઉન્સેલિંગ 6 જુલાઈથી થવા જઈ રહ્યું છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવશે.
હાઈકોર્ટની અરજીઓ જોડાઈ
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, કલકત્તા અને બોમ્બે હાઈકોર્ટમાં NEET-UG કેસમાં દાખલ કરાયેલી અરજીઓને ક્લબ કરી દીધી છે. NTAએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તમામ અરજીઓ એકસાથે દાખલ કરવામાં આવે.
પ્રધાને બેઠક યોજી હતી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ પહેલા ઉચ્ચ શિક્ષણ સચિવ સંજય મૂર્તિ એનટીએના ડાયરેક્ટર ડૉ. સુબોધ કુમાર સિંહને મળ્યા છે.