S Jaishankar : વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ટીમ ઈન્ડિયાને બીજા ICC T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રીએ પોતાની ખુશી શેર કરતા કહ્યું કે, શું મેચ હતી, કેવો કેચ હતો.
તમને જણાવી દઈએ કે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેનું પ્રથમ આઈસીસી ટાઈટલ જીતીને તેના 11 વર્ષના આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવી દીધો છે. આ માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન.
વિદેશ મંત્રીએ આગળ લખ્યું, શું મેચ, શું કેચ.
વિદેશ મંત્રીએ કહ્યું કે, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ત્રિપુટીએ ડેથ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ કોહલી અને અક્ષર પટેલની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે કહ્યું કે ભારત પહેલી ટીમ છે, જેણે એકપણ મેચ હાર્યા વિના ટાઈટલ જીત્યું.