Hyderabad: હૈદરાબાદમાં IRS અધિકારીનું નામ અને લિંગ બદલવા માટેની અરજીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે તે એમ અનુસુયાને બદલે એમ અનુકથિર સૂર્ય તરીકે ઓળખાશે. હૈદરાબાદમાં ઘણા અનોખા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે.
એમ અનુસુયા જે હાલમાં હૈદરાબાદમાં ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની ઓફિસમાં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે. હાલમાં જ અનુસુયાએ સરકારને તેનું નામ અને લિંગ બદલવાની વિનંતી કરી હતી. એમ અનુસુયા પોતાનું નામ એમ અનુકથિર સૂર્ય અને લિંગ બદલીને સ્ત્રીમાંથી પુરુષ કરવા માગતી હતી.
આ બાબતે વિચારણા કર્યા બાદ નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના અન્ડર સેક્રેટરીએ આદેશ જારી કર્યો હતો. જેમાં તેણે અનુસૂયાની વિનંતી સ્વીકારી હતી. તેમણે આદેશમાં કહ્યું કે અધિકારીને હવેથી તમામ સત્તાવાર દસ્તાવેજોમાં શ્રી એમ અનુકાતિર સૂર્યનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપવામાં આવી છે.