Supreme Court : સોમવારે, સુપ્રીમ કોર્ટ એ અરજીઓ પર સુનાવણી કરશે જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ઉદ્યોગોમાંથી મળેલા દાનની SIT તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક નિર્ણયમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ચુંટણી બોન્ડ જારી કરતી બેંક SBI દ્વારા ચુંટણી બોન્ડ જારી કરવા પર તુરંત પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ હેઠળ રાજકીય પક્ષોને બેનામી દાનની જોગવાઈ હતી.
અરજી સોમવાર માટે યાદી થયેલ છે
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે વકીલ પ્રશાંત ભૂષણની દલીલોની નોંધ લીધી અને કહ્યું કે બે એનજીઓ કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (સીપીઆઈએલ) દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.