Daman And Diu: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના દીવ જિલ્લામાં કૌટુંબિક વિવાદને લઈને એક 70 વર્ષીય મહિલાને તેના સંબંધીઓએ કથિત રીતે માર માર્યો હતો. પોલીસે શનિવારે આ જાણકારી આપી.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના આ સપ્તાહની શરૂઆતમાં બની હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા અને પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ બિન-કોગ્નિઝેબલ કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યું કે આ ઘટના 31 જુલાઈના રોજ બુચરવાડા ગામમાં બની હતી. ઘટનાના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બે લોકો મહિલાને લાકડીઓ વડે માર મારી રહ્યા છે અને થપ્પડ મારી રહ્યા છે.
પીડિતા, સોનાબેન ભગવાનને સામાન્ય ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. દીવના પોલીસ અધિક્ષક પીયૂષ ફુલજેલે જણાવ્યું કે, 31 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે મનીષ પ્રેમજી અને પ્રેમજી બાબુ નામના બે લોકો એક વૃદ્ધ મહિલાને મારતા હતા. મહિલાના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી.
તેમણે કહ્યું કે દીવ પોલીસ સ્ટેશનમાં બીએનએસની જોગવાઈઓ હેઠળ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ નોન-કોગ્નિઝેબલ ગુનો હોવાથી કોર્ટની પરવાનગી બાદ પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરશે.