રાજસ્થાનના બુંદી શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં કાર-ડમ્પરની ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું કે કાર સવારો મધ્યપ્રદેશના રહેવાસી છે. દરેક વ્યક્તિ ખાતુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે બુંદી પાસે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
જયપુરમાં પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.
રાજસ્થાનના જયપુરમાં પણ એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બાઇક સવારને એક ઝડપી પીકઅપે ટક્કર મારી હતી. બાઇક પર એક મહિલા અને એક બાળક પણ સવાર હતા. ટક્કર બાદ પીકઅપ ચાલક બાઇકને 20 ફૂટ સુધી ખેંચી ગયો હતો. આ ઘટનાના ડરામણા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે જયપુરના શિવદાસપુરા રિંગ રોડ પર બની હતી. અહીં પીકઅપ વાહન તેજ ગતિએ જઈ રહ્યું હતું. તે જ સમયે એક બાઇક સવાર તેની પત્ની અને બાળક સાથે રોડ પર જઈ રહ્યો હતો. બાઇક સવારને પીકઅપે ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક કૂદીને 20 ફૂટ સુધી ખેંચતું રહ્યું. આ પછી પીકઅપ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
શિવદાસપુરા પોલીસ સ્ટેશનના અધિકારી રણજિત સિંહે જણાવ્યું કે, રિંગ રોડ પર કનોટા ટોલ પ્લાઝા પાસે આ દુઃખદ અકસ્માત થયો હતો. અહીં બાઇક પર સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે તમામની હાલત નાજુક છે.