
સંજુ સંસામે ( Sanju samson ) તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી 3 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં તેની સદી પૂરી કરી અને રોહિત શર્મા પછી T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી પણ બન્યો. જો કે હવે સંજુ રેડ બોલમાં કમબેક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે રણજી ટ્રોફીમાં કેરળ માટે બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે.
બીજી ટેસ્ટ મેચમાં સંજુ સેમસનની એન્ટ્રી
ભારત-બાંગ્લાદેશ શ્રેણીમાં ભાગ લેવાના કારણે સંજુ રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં કેરળ તરફથી રમી શક્યો ન હતો. પરંતુ હવે તે બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે બીજી મેચ કર્ણાટક સામે રમશે, જે 18 ઓક્ટોબરથી શરૂ થવાની છે. કેરળ તેની પ્રથમ મેચ પંજાબ સામે રમી હતી અને 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. હવે સેમસનની વાપસી સાથે, સચિન બેબીના નેતૃત્વમાં કેરળને વધુ મજબૂતી મળી.
સંજુએ ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
આ પણ વાંચો – T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયા બહાર, જાણો કઈ ટીમ પહોંચી સેમી ફાઇનલમાં
