સીરિયામાં 50 વર્ષ જૂની અસદ પરિવારની સરકારની હકાલપટ્ટી બાદ વિશ્વભરના ઘણા ઇસ્લામિક કટ્ટરવાદી દળો પણ ખુશ દેખાય છે. બીજી તરફ અમેરિકાએ પણ આ બળવાને જુલમથી આઝાદી ગણાવી છે. સાથે જ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ સીરિયાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તાલિબાને કહ્યું કે અસદના 24 વર્ષ જૂના તાનાશાહી શાસનનો અંત આવી ગયો છે.
રવિવારે તાલિબાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે સીરિયાની સરકારના પતન બાદ હવે અસ્થિરતા અને સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે હયાત અલ-તહરિર અલ-શામ વિદ્રોહી સંગઠને અસદ સરકારને ઉથલાવી દીધી છે. આ સંગઠન અલકાયદા સાથે જોડાયેલું હતું, તેથી અમેરિકાએ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ પછી પણ તે બળવાખોરોનું સમર્થન કરતા જોવા મળે છે.
“એ આશા છે કે સત્તાનું શાંતિપૂર્ણ સ્થાનાંતરણ થશે અને નવી ઇસ્લામિક સરકારનો પાયો હશે જે સીરિયન લોકોની અપેક્ષાઓ પર આધારિત હશે,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે. એવી સરકાર જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સીરિયાના લોકોના હિતમાં કામ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તુર્કીએ વિદ્રોહીઓને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આની પાછળ અમેરિકા પણ હોવાનું કહેવાય છે. અનેરિકાએ જ સોવિયત સંઘને અસ્થિર કરવા માટે તાલિબાન અને અલ કાયદાની રચના કરી હતી. જે સંગઠનો રશિયા અથવા તેના સમર્થિત દેશોની વિરુદ્ધ ઊભા હોય છે તેને અમેરિકા ટેકો આપે છે. તાલિબાન પણ આ શ્રેણીમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કારણે તાલિબાન પણ સીરિયામાં સત્તા પરિવર્તનથી ખુશ છે.
ભારત માટે ચિંતાનો વિષય શું છે?
ભારતે પણ વિશ્વમાં આ ઘટનાક્રમો અંગે સતર્ક રહેવાની જરૂર છે. અહેવાલોમાં પહેલાથી જ કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં શાસન પરિવર્તનમાં અમેરિકાનો પણ હાથ હતો. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ અને ભારત માટે એક નવો પડકાર ઉભો થયો છે. એક વર્ષમાં અમેરિકાએ બે દેશોમાં સત્તા પરિવર્તન લાવ્યું. સીરિયા અને ભારત વચ્ચે સીધો સંબંધ ન હોવા છતાં, ઇરાક અને લિબિયામાં સમાન સત્તા પરિવર્તન થયું. અમેરિકાની આ પ્રકારની દખલગીરી અને ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સાવધ રહેવું જરૂરી છે. ભારત પર તેની સીધી અસર ભલે ન થાય, પરંતુ પાડોશમાં ગરબડની અસર ચોક્કસપણે ભારત પર પડે છે.