
ઉનાળાની ઋતુ આવવાની છે અને તે પછી ચોમાસામાં ભારે વરસાદ પડશે. વરસાદને કારણે પાક સારો થાય છે, ગરમી ઓછી થાય છે અને હવામાન ખુશનુમા બને છે. પણ એક એવો દેશ છે જ્યાં એક ગામ છે, ત્યાં ક્યારેય વરસાદ પડતો નથી. તમને આ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે, પરંતુ તે ખરેખર સાચું છે. ચાલો તમને આ અનોખા ગામ વિશે વિગતવાર જણાવીએ.
અલ હુતૈબ એક એવું ગામ છે જ્યાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. અલ હુતૈબ ખૂબ જ સુંદર ગામ છે.
અલ હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનું હવામાન હંમેશા ગરમ રહે છે.
જોકે, શિયાળામાં સવારનું વાતાવરણ ઠંડુ હોય છે અને સૂર્યોદય પછી વાતાવરણ ખૂબ ગરમ થઈ જાય છે.
આ ગામમાં પ્રાચીન અને આધુનિક સ્થાપત્યનો સંગમ જોઈ શકાય છે. તક મળે તો અહીં ચોક્કસ આવજો.