Nirmala Sitaraman: ટેક્સપેયર્સ માટે મોટી ખબર છે. આજે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ (2024-25) શરૂ થવાી સાથે જ નાણા મંત્રાલયે ઈનકમ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કેટલીક ખબરો પર પ્રતિક્રિયા આપી છે અને ટેક્સપેયર્સને નવા ટેક્સ રિજીમને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષ માટે ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વિશે જે પણ ખબરો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, તે સંપૂર્ણ રીતે અફવા છે અને ટેક્સપેયર્સે તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં. મંત્રાલયે તે પણ કહ્યું કે, ભલે નવી ટેક્સ રિજીમને લઈને ડિફોલ્ટ લાગૂ કરવામાં આવ્યો છે, પરંતુ ટેક્સપેયર્સ ITR ભરવા સુધી આમાં ફેરફાર કરી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે જૂની ટેક્સ રિજીમને અપનાવી શકે છે. આકલન વર્ષ 2024-25 માટે પણ ટેક્સપેયર્સને પોતાની પસંદનું ટેક્સ રિજીમ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
દર વર્ષ બદલી શકો પોતાની પસંદ
નાણા મંત્રાલયે કહ્યું કે, ટેક્સપેયર્સને દર વર્ષે ટેક્સ રિજીમ બદલવાની સુવિધા આપવામાં આવી છે. એવા ટેક્સપેયર્સ જેમની બિઝનેસથી કોઈ આવક નથી, તેમને દર વર્ષે પોતાનું ટેક્સ રિજીમ બદલાવાનો વિકલ્પ આપવામાં આવે છે. આવા ટેક્સપેયર્સ ઈચ્છે તો એક વર્ષ માટે નવું ટેક્સ રિજીમ પસંદ કરી શકે છે અને આગામી વર્ષે પોતાની સુવિધા અનુસાર, જૂના ટેક્સ રિજીમની પસંદગી કરી શકે છે.
જો પોતે પસંદગી ન કરી તો
નવી કર વ્યવસ્થા મૂળભૂત રીતે એટલે કે નાણાકીય વર્ષ 2024-25 થી આપમેળે લાગુ કરવામાં આવી છે. જો કોઈ ટેક્સપેયર્સ પોતાની રિજીમ ભૂલી જાય છે કે, પછી જાણી જોઈને પસંદ નથી કરતો, તે તેના પર આપમેળે નવી ટેક્સ રિજીમ લાગૂ થઈ જશે. આવા ટેક્સપેયર્સ પાસેથી નવી રિજીમ અનુસાર, ટેક્સ કાપવામાં આવશે.
CBDT ગંભીર
મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર નવા ટેક્સ રિજીમને લઈને કેટલીક ભ્રામક જાણકારીઓ પ્રસારિત કરવામાં આવી રહી છે. આની નોંધ લેતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે, નવા રિજીમમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં મળતી છૂટ સિવાય, અન્ય તમામ છૂટ બંધ કરી દેવામાં આવી છે. જો કે, આ રિજીમમાં, કરદાતાઓને ટેક્સ સ્લેબમાં મુક્તિનો લાભ આપવામાં આવે છે.