Earthquake in Bhavnagar : મંગળવારે મોડી રાત્રે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભાવનગરથી પાંચ કિલોમીટર નીચે હતું. NCS અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
આ પહેલા મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ સાંજે 4.44 કલાકે આવ્યો હતો.
રિક્ટર સ્કેલમાં 1 થી 10 સુધીની સંખ્યાઓ હોય છે. 1 થી 3 ની તીવ્રતાવાળા ધરતીકંપો સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. 4 થી 7 ની તીવ્રતાવાળા ધરતીકંપો તીવ્રતાથી અનુભવાય છે અને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ 7 થી વધુની તીવ્રતાવાળા ધરતીકંપ વિનાશક હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યા હતા. ભારતમાં સતત વધી રહેલા ભૂકંપની સંખ્યા પાછળ એક ડરામણો ખુલાસો સામે આવ્યો છે. ભારતીય ટેકટોનિક પ્લેટ તિબેટની નીચે ફૂટી રહી છે. જેના કારણે દેશની રક્ષા કરતા હિમાલયની ઉંચાઈ પણ વધી રહી છે.
આ પહેલા ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ મંગળવારે આ જાણકારી આપી. પશ્ચિમ પાપુઆના પૂર્વ પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સિન્હુઆ ન્યૂ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.1 દર્શાવી હતી પરંતુ બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ જકાર્તાના સમય મુજબ મંગળવારે સવારે 07.02 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં અને દરિયાની સપાટીથી 11 કિમીની ઊંડાઈએ હતું.