
નિસાન ઈન્ડિયાએ ભારતીય કાર બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મોટી તૈયારીઓ કરી છે. કંપનીએ આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે તેનું આયોજન જાહેર કર્યું છે. આ વખતે કંપની બે નવા મોડેલ લઈને આવી રહી છે જે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈને સખત સ્પર્ધા આપશે. નિસાન ઇન્ડિયા ટૂંક સમયમાં એક કોમ્પેક્ટ SUV અને એક કોમ્પેક્ટ MPV લોન્ચ કરશે.
નિસાને તાજેતરમાં જાપાનના યોકોહામામાં તેનું વૈશ્વિક ઉત્પાદન પ્રદર્શન યોજ્યું હતું. ખાસ વાત એ છે કે બંને મોડેલ રેનોના ટ્રાઇબર અને ડસ્ટર પર આધારિત હશે. કંપનીએ આનું ફોટો ટીઝર પણ બહાર પાડ્યું છે. નિસાનની નવી કોમ્પેક્ટ SUV હ્યુન્ડાઇ ક્રેટાને જોરદાર ટક્કર આપી શકે છે. હાલમાં, ભારતમાં ફક્ત નિસાનની કોમ્પેક્ટ SUV મેગ્નાઈટ જ સારું પ્રદર્શન કરી રહી છે. કંપની પાસે ગ્રાહકોને આકર્ષવા માટે ઘણા બધા મોડેલો નથી. આવી સ્થિતિમાં, 2 નવા ઉત્પાદનોની જાહેરાત કરીને, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતીય કાર બજાર માટે સંપૂર્ણપણે તૈયાર છે.