Adani Green Energy Gallery : લંડનના સાયન્સ મ્યુઝિયમમાં મંગળવારે અદાણી ગ્રીન એનર્જી ગેલેરી લોન્ચ કરવામાં આવી હતી. આ ગેલેરીનો ઉદ્દેશ એવા વિકલ્પોની શોધ કરવાનો છે જે ટકાઉ ઉર્જા ઉત્પન્ન કરવામાં, ડીકાર્બોનાઇઝ કરવામાં અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરશે.
‘એનર્જી રિવોલ્યુશનઃ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ એક ફ્રી ગેલેરી છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ગેલેરી દર્શાવે છે કે કેવી રીતે નવીનતા દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આકાર આપી શકાય છે. તે એ પણ અન્વેષણ કરે છે કે આપણા ઉર્જા ભાવિને નિર્ધારિત કરવામાં આપણે બધાની કેવી ભૂમિકા છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું આજનો દિવસ મહત્વપૂર્ણ છે
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ X.com પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે સાયન્સ મ્યુઝિયમ, લંડન ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીનો ઉદ્ઘાટન દિવસ છે. સર ટિમોથી લોરેન્સ અને સર ઈયાન બ્લેચફોર્ડની આગેવાની હેઠળ સાયન્સ મ્યુઝિયમ સાથેની ભાગીદારી પર અમને ગર્વ છે, જેણે આ અદ્ભુત ગેલેરીને વાસ્તવિકતા બનાવી છે. આ ગેલેરી ટકાઉપણું, પરિવર્તનશીલ ટેકનોલોજી અને આબોહવા વિજ્ઞાનની સમજમાં મહત્વની ભૂમિકા ભજવશે.
‘ફ્યુચર પ્લેનેટ’માં, મુલાકાતીઓ જોઈ શકે છે કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ ગ્રહ પૃથ્વી અને આબોહવાના ભવિષ્યને સમજવા માટે જટિલ કોમ્પ્યુટર-આધારિત મોડલનો ઉપયોગ કર્યો છે.
ગેલેરીની મધ્યમાં ‘ઓન્લી બ્રેથ’ નામનું ફરતું શિલ્પ ઊભું છે. તે તકનીકી પરિવર્તનને ચલાવવા માટે પ્રકૃતિની શક્તિનું પ્રતીક છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, “ગેલેરીની સ્પોન્સરશિપ દ્વારા, અમારો ઉદ્દેશ્ય યુવા દિમાગ, વૈજ્ઞાનિકો અને સંશોધકોને સ્વચ્છ ઉર્જા દ્વારા સંચાલિત ભવિષ્યની કલ્પના કરવા અને કાર્બન મુક્ત વિશ્વ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે. . તે તેમની રુચિ, જિજ્ઞાસા અને જાગૃતિને ઉત્તેજીત કરવા અને સ્વચ્છ તકનીકોના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાની પહેલ છે. આ ગેલેરી ઉર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તરફ પરિવર્તનને સક્ષમ કરવા વૈશ્વિક સમુદાયને એકસાથે લાવે છે.”