
6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ ગુરુવારે (8 ફેબ્રુઆરી) કરશે. વર્તમાન નાણાકીય વર્ષની આ છેલ્લી MPC અને કેલેન્ડર વર્ષ 2024ની પ્રથમ MPC છે.
એવું માનવામાં આવે છે કે આરબીઆઈ આ બેઠકમાં પણ રેપો રેટને યથાવત રાખી શકે છે. જો આવું થશે, તો તે છઠ્ઠી વખત હશે જ્યારે કેન્દ્રીય બેંકે 4 ટકાના ફુગાવાના આંકડાને હાંસલ કરવા માટે નાણાકીય નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
