
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (RCPL) એ એક નવું સ્પોર્ટ્સ ડ્રિંક ‘સ્પિનર’ રજૂ કર્યું છે. આ ‘સ્પોર્ટ્સ ડ્રિંક’ સ્પિન જાદુગર અને શ્રીલંકાના ક્રિકેટર મુથૈયા મુરલીધરન સાથે મળીને બનાવવામાં આવ્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે રિલાયન્સ ‘સ્પિનર’ ની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી છે. દોઢસો મિલીલીટરની બોટલ ફક્ત ૧૦ રૂપિયામાં મળશે.
શું વિગત છે?
આ કિંમત બજારમાં ઉપલબ્ધ અન્ય હરીફ સ્પોર્ટ્સ ડ્રિંક્સ જેમ કે પેપ્સિકોના ગેટોરેડ અને કોકા-કોલાના પાવરેડ કરતાં પ્રમાણમાં ઓછી છે. ૫૦૦ મિલી બોટલ ૫૦ રૂપિયામાં મળે છે. ડેકાથલોનના સ્પોર્ટ્સ ડ્રિંક એપ્ટોનિયાની 400 મિલી બોટલની કિંમત 99 રૂપિયા છે, જો કે, તે પોર્ટલ પર 69 રૂપિયામાં ઉપલબ્ધ છે.
કંપનીનો દાવો છે કે આગામી ત્રણ વર્ષમાં સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટ એક અબજ ડોલર સુધી પહોંચી જશે અને ‘સ્પિનર’ આ બજારમાં અગ્રેસર રહેશે. નિવેદન અનુસાર, સ્પોર્ટ્સ ડ્રિંક ‘સ્પિનર’ એ ઇન્ડિયન ક્રિકેટ લીગ એટલે કે IPL ની ઘણી ટીમો સાથે ભાગીદારી કરી છે. આમાં લખનૌ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સમાવેશ થાય છે.
કંપનીએ શું કહ્યું?
મુરલીધરને કહ્યું, “રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથેના આ રોમાંચક સાહસનો ભાગ બનવાનો મને ખૂબ જ આનંદ છે… ‘સ્પિનર’ એક ગેમ ચેન્જર સાબિત થશે જે દરેક ભારતીયને ઉર્જાવાન અને સક્રિય રહેવામાં મદદ કરશે.” રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. ચીફ ઓપરેટિંગ ઓફિસર કેતન મોદીએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે દરેક ભારતીયને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની સુલભતા મળવી જોઈએ. ‘સ્પિનર’ સાથે, અમે એક સસ્તું અને અસરકારક ‘હાઇડ્રેશન’ પીણું બનાવ્યું છે જેનો આનંદ દરેક વ્યક્તિ લઈ શકે છે, પછી ભલે તમે વ્યાવસાયિક રમતવીર હોવ કે ‘હાઇડ્રેટેડ’ રહેવા માંગતા હોવ.
તેમણે કહ્યું, “અમે ક્રિકેટ દિગ્ગજ મુથૈયા મુરલીધરન અને IPL ટીમો સાથે ભાગીદારીમાં આ નવીન ઉત્પાદન બજારમાં લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.” 10 રૂપિયાનું ‘સ્પિનર’ સ્પોર્ટ્સ ડ્રિંક ત્રણ ફ્લેવરમાં ઉપલબ્ધ છે – લેમન, ઓરેન્જ અને નાઈટ્રો બ્લુ.
