
ભારતીય રેલ્વેને આધુનિક બનાવવા માટે કેન્દ્રએ બજેટમાં મોટી જાહેરાત કરી છે. 40,000 નવા રેલ્વે કોચને વંદે ભારત ધોરણ મુજબ અપગ્રેડ કરવા માટે કહેવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 (FY25) માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય આગામી સમયમાં રેલ મુસાફરીની સલામતી, સુવિધા અને આરામ વધારવાનો છે. સરકારે આ માટે 8-10 વર્ષનો ટાર્ગેટ રાખ્યો છે.
કોરિડોરના નિર્માણને કારણે આ ફાયદો થશે
નાણાપ્રધાને રેલવે નેટવર્ક પર ભીડ ઘટાડવા માટે ત્રણ મોટા આર્થિક કોરિડોરના અમલીકરણની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમોમાં ઊર્જા, ખનિજ અને સિમેન્ટ કોરિડોરનો સમાવેશ થાય છે. પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે PM ગતિ શક્તિ પહેલ હેઠળ આવે છે.