અભિનેતા સીપી લોહાનીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તે નેપાળી ફિલ્મ ‘મૈતીઘર’ માટે જાણીતો છે. આ પહેલી નેપાળી ફિલ્મ છે જેનું નિર્માણ ખાનગી રીતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. સીપી લોહાની અલ્ઝાઈમર તેમજ ન્યુમોનિયાથી પીડિત હતા. અન્નપૂર્ણા ન્યુરો હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
નાણા અને ઉદ્યોગ મંત્રાલયમાં પણ કામ કર્યું હતું
સીપી લોહાની માત્ર ફિલ્મ અને સંગીતની દુનિયામાં જ જાણીતું નામ નથી. તેણે અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરીને નામ કમાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે તે ક્ષેત્રો સિનેમાથી સાવ અલગ હતા. વાસ્તવમાં લોહાની નાણા મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. આ સિવાય તેમણે બિરાટનગર જ્યુટ મિલ્સ અને રઘુપતિ જ્યુટ મિલ્સમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
જાહેરાત
માલા સિન્હા સાથે લગ્ન કર્યા હતા
સીપી લોહાનીના જીવનની ‘મૈતીઘર’ ખૂબ જ ખાસ ફિલ્મ હતી. લોકોએ ફિલ્મ પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. તેની સફળતાએ લોહાનીને ઓળખ આપી. લોહાનીએ બોલીવુડ અભિનેત્રી માલા સિન્હા સાથે લગ્ન કર્યા હતા. એક રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં માલા સિન્હાએ પણ કામ કર્યું હતું.