
ED એ મંગળવારે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ગુજરાતના એક પત્રકારની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારના રિપોર્ટર મહેશ લંગાની અટકાયત કરવામાં આવી હતી અને તેમને અમદાવાદની પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મહેશ પ્રભુદાન લંગાને 28 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.