Panchmahal Lok Sabha seat: ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ પંચમહાલની સ્થાપના કરી હતી. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો જ્યાં ભાજપે રાજપાલસિંહ જાદવ પર ભરોશો મુક્યો હતો તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડાવી હતી.
કોણ છે રાજપાલસિંહ જાદવ?
વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં.
કોણ છે ગુલાબસિંહ ચૌહાણ?
લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા.
પંચમહાલ બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન પછી બેઠક અસ્તિત્વમાં આવી છે. 2009થી આ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. બે ટર્મ સુધી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ હતા. 2019માં ભાજપના રતનસિંહ રાઠોડની જીત થઈ હતી. ખેડા, મહીસાગર અને પંચમહાલ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે.
2019નું પરિણામ
ભાજપ રતનસિંહ રાઠોડ – જીત
કોંગ્રેસ વેચાટભાઈ ખાંટ – હાર
પંચમહાલમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
- ઠાસરા
- બાલાસિનોર
- લુણાવાડા
- શહેરા
- મોરવાહડફ
- ગોધરા
- કાલોલ
કોણ ક્યારે સાંસદ બન્યો
વર્ષ – નામ – પાર્ટી
- 2009 – પ્રભાતસિંહ ચૌહાણ – ભારતીય જનતા પાર્ટી
- 2014 – પ્રભાતસિંહ ચૌહાણ – ભારતીય જનતા પાર્ટી
- 2019 – રતનસિંહ રાઠોડ – ભારતીય જનતા પાર્ટી
પંચમહાલના જ્ઞાતિ સમીકરણ
પંચમહાલમાં OBC મતદાર સૌથી વધુ છે. પંચમહાલ લોકસભામાં 51% જેટલા OBC મતદાર છે. જેમાં SC-ST મતદારોની સંખ્યા 21% જેટલી તેમજ સવર્ણ સમાજના 22% જેટલા મત છે. મુસ્લિમ સમુદાયના લગભગ 8% મત છે
ચૂંટણી સમય મતદારોના પ્રશ્નો
સિંચાઈનું પાણી મળવામાં અનિયમિતતા વાત હતી. કરાડ નદીમાં સતત ઠલવાતું કેમિકલવાળુ પાણી પણ મહત્વનો મુદ્દો રહ્યો. ઔદ્યોગિક એકમ મૃત:પ્રાય અવસ્થામાં છે. નજીકના વિસ્તારમાં સારી શૈક્ષણિક સંસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાં પરિવહન સુવિધા અપૂરતી છે. જળાશયોની સંગ્રહક્ષમતા ઓછી છે. જે તમામ મતદાતાઓની અગ્રીમ માંગ હતી
કેટલું મતદાન નોંધાયું હતું
પંચમહાલ લોકસભા બેઠક પર 63.60 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં શહેરાની વાત કરીએ તો 63.56 ટકા તો મોરવાહડફમાં 54.71 ટકા જ્યારે ગોધરામાં 60.42 ટકા તો કાલોલમાં 69.44 ટકા અને હાલોલમાં 68.70 ટકા મતદાન નોંધાયું હતું