
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરીની એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી દિલ્હી આવેલા એક મુસાફરની બેગની તલાશી દરમિયાન ખજૂરની અંદર છુપાયેલું સોનું મળી આવ્યું. કસ્ટમ અધિકારીઓને મુસાફરની ગતિવિધિઓ પર શંકા ગઈ, જેના પગલે તેની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. એક્સ-રે સ્કેનીંગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD)માંથી પસાર થયા પછી શંકા વધુ ઘેરી બની.
મળતી માહિતી મુજબ, મુસાફર ગઈકાલે 26 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી દિલ્હી પહોંચ્યો હતો. તે જેદ્દાહથી ફ્લાઇટ નંબર SV-756 પર ઉતર્યો. દિલ્હી એરપોર્ટ પર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા ગઈ.