
દિલ્હી-અમદાવાદ ટ્રેન રૂટ પર મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ સંપર્ક ક્રાંતિ અને હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેનો નવા સમયપત્રક મુજબ દોડશે.
અમદાવાદ ડિવિઝન રેલ્વે પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે રેલ્વે વહીવટીતંત્રે હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી ટ્રેન નંબર ૧૨૯૧૮ હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને ટ્રેન નંબર ૨૦૯૪૬ હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસના સંચાલન દિવસોમાં ફેરફાર કર્યા છે. આ ટ્રેનોનું નવું સમયપત્રક નીચે મુજબ છે.