આ છે દુનિયાની 8 સૌથી લક્ઝુરિયસ જેલો, તમને મળે છે કોલેજ હોસ્ટેલ કરતાં પણ વધુ સુવિધાઓ

Here are the 8 most luxurious prisons in the world, you get more facilities than a college hostel

બેસ્ટોય જેલ, નોર્વેઃ નોર્વેના ઓસ્લોફજોર્ડમાં બેસ્ટોય આઈલેન્ડ પર બનેલી આ જેલ ઘણી ફેમસ છે. તેમાં સોથી વધુ કેદીઓ બંધ છે. આ જેલમાં કેદીઓને તમામ સુવિધાઓ મળે છે. આ સિવાય અહીં મનોરંજનના ઘણા સાધનો પણ છે. તેમાં ટેનિસ રમવાથી લઈને ઘોડેસવારી, માછીમારી અને સૂર્યસ્નાન કરવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. કેદીઓને જેલની અંદર નહીં પરંતુ કોટેજમાં રાખવામાં આવે છે. અહીં એટલા ઓછા સિક્યોરિટી ગાર્ડ છે કે કેદીઓને જેલનો અહેસાસ પણ થતો નથી.

HMP એડવેલ, સ્કોટલેન્ડ: આ જેલને લર્નિંગ જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બંધ કેદીઓને દર અઠવાડિયે ચાલીસ કલાક સુધી કોઈને કોઈ કૌશલ્ય શીખવવામાં આવે છે. જેમાં કેદીઓને સારી જિંદગી જીવવા અને જેલ છોડ્યા બાદ સારી કમાણી કરવાની તાલીમ આપવામાં આવે છે. અહીં સાતસોથી વધુ કેદીઓ બંધ છે. તે વિશ્વની શ્રેષ્ઠ જેલોમાંની એક માનવામાં આવે છે.

ઓટાગો કરેક્શન ફેસિલિટી, ન્યુઝીલેન્ડઃ ન્યુઝીલેન્ડની આ જેલમાં કેદીઓના કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન આપવામાં આવે છે. કેદીઓ માટે આરામદાયક રૂમ અને તેમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. જેલનો પ્રયાસ છે કે અહીંથી બહાર આવનાર દરેક કેદી કોઈને કોઈ પ્રવૃત્તિમાં નિષ્ણાત બને. જેથી જેલમાંથી બહાર આવ્યા બાદ તેને સામાન્ય જીવન જીવવામાં મદદ મળે.

જસ્ટિસ સેન્ટર લોબેન, ઓસ્ટ્રિયાઃ આ જેલમાં દરેક કેદીઓને એક વ્યક્તિગત રૂમ આપવામાં આવે છે. તેમની પાસે ખાનગી બાથરૂમ પણ છે. એક રસોડું અને ટીવી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કેદીઓને જીમ, બાસ્કેટબોલ કોર્ટની સુવિધા પણ આપવામાં આવે છે.