
પાલકની ગણતરી સૌથી આરોગ્યપ્રદ લીલા પાંદડાવાળા શાકભાજીમાં થાય છે. જેમાં વિટામીન A, C, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ અને ઘણા સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કંઈપણ ખાવાની એક મર્યાદા અને સાચી રીત છે. જો પાલકને ધ્યાનથી અને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન પાલક ખાવામાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. જાણો ગર્ભાવસ્થા દરમિયાન પાલક ખાવાનું ક્યારે ટાળવું.
કેટલુ ખાવું યોગ્ય છે
પ્રેગ્નન્સી દરમિયાન પાલણ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલું ફોલિક એસિડ ગર્ભાશયમાં બાળકના વિકાસ માટે જરૂરી છે. ફોલિક એસિડની ઉણપ બાળકમાં ખામી પેદા કરી શકે છે. તેથી, તમામ જરૂરી પોષણની સાથે, પાલક ખાવી પણ મહત્વપૂર્ણ છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓ માટે દિવસમાં માત્ર અડધો કપ પાલક પૂરતી છે. આનાથી વધુ પાલક નુકસાન કરી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન પાલક ખાવાથી આ સમસ્યાઓ થઈ શકે છે
તમે ગર્ભાવસ્થા દરમિયાન દર મહિને પાલક ખાઈ શકો છો. પરંતુ બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં પાલક ખાવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. તેથી, પાલક ખાધા પછી વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
-ઘણી વખત વધુ પડતી પાલક પણ કબજિયાતની સમસ્યાને વધારી દે છે.

-કેટલીક મહિલાઓને વધુ પડતી પાલક ખાવાથી હાર્ટબર્ન અને ગેસની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં, પાલક ખાવાની માત્રા પર ધ્યાન આપો.
વારંવાર પેશાબ
પાલકમાં એવા ગુણધર્મો છે જે પેશાબનું ઉત્પાદન વધારે છે, એટલે કે તે મૂત્રવર્ધક પદાર્થ છે. જો પાલક વધારે ખાવામાં આવે તો વારંવાર પેશાબ આવવાની સમસ્યા થઈ શકે છે.
ડિલિવરી સંબંધિત સમસ્યાઓ આવી શકે છે
પાલકમાં સેલિસીલેટ નામનું તત્વ જોવા મળે છે. જો ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં તેનું સેવન કરવામાં આવે તો તેનાથી ડિલિવરી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થવાનો ભય રહે છે.
