Heat Stroke: હાલમાં દેશભરમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક રાજ્યોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળામાં હીટવેવ દરમિયાન હીટ સ્ટ્રોકથી બચવું જોઈએ. બપોરના સમય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કે, કેટલીક વખત ઘરમાં દરવાજા અને બારીમાંથી આવતી ગરમ હવા પણ હીટ સ્ટ્રોકનું કારણ બની શકે છે.
હીટસ્ટ્રોક લાગવા પર શરીરનું તાપમાન વધવા લાગે છે. વ્યક્તિને તાવ આવ્યો હોય તેવું ફીલ થાય છે. તાવની સાથે શરીરમાં દુખાવો, જડતા અને બેચેનીનો અનુભવ થાય છે. ત્યારે જાણો હીટ સ્ટ્રોક લાગ્યા પછી તરત શું કરવું જોઈએ.
હીટ સ્ટ્રોક પછી તરત જ કરો આ કામ
- હીટ સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિના શરીરને ભીના કપડાથી સાફ કરો.
- શરીરનું તાપમાન થોડું ઘટવા પર તેને નોર્મલ પાણી પીવા માટે આપો.
- થોડી વાર પછી ભીનો ટુવાલ માથા પર મૂકો જેથી મગજ ઠંડુ રહે.
- શરીરનું તાપમાન કંટ્રોલમાં આવવા પર ફ્રેશ પાણીથી સ્નાન કરો.
ડુંગળીનો રસ
- ઉનાળામાં ડાયટમાં ડુંગળીનો સમાવેશ કરો.
- કહેવાય છે કે, હીટ સ્ટ્રોક પછી ડુંગળીના રસને કાઢીને હાથ, પગના તળિયા અને કાનની પાછળ લગાવવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
- હીટ સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને બે ચમચી ડુંગળીનો રસ પીવડાવો જોઈએ.
વરિયાળી પાણી
- હીટ સ્ટ્રોક અનુભવવા વરિયાળીનું ઠંડુ પાણી પીવાથી તરત રાહત મળે છે.
- સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 2 ચમચી વરિયાળીને આખી રાત પલાળી રાખો.
- તે એક શ્રેષ્ઠ માઉથફ્રેશનર પણ છે.
- વરિયાળીનું પાણી પીવાથી પાચન શક્તિ પણ સુધરે છે.
ધાણા અને ફુદીનાનો રસ
- હીટ સ્ટ્રોક પછી ધાણા અને ફુદીનાનો રસ પીવાથી ઘણી રાહત મળે છે.
- દરરોજ કોથમીર અને ફુદીનાનો રસ પીવો.
- સ્વાદ વધારવા માટે તેમાં એક ચપટી ખાંડ પણ ઉમેરી શકાય છે. તેનાથી હીટ સ્ટ્રોકમાં રાહત મળશે.