Loksabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.
આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે.
કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા હતા રાજીનામાં?
1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
5. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
એસોશિયેશન ઓફ ડેમોક્રેટેકિ રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ આ 5 બેઠકોની પેટાચૂંટણી માટે કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી 23 ઉમેદવારોનું ADR દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. આ તમામ સીટોમાં સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ADR મુજબ આ 5 બેઠકોની પેટાચૂંટણીમાં 6 ઉમેદવાર પર ફોજદારી કેસ જેમાંથી 2 ઉમેદવાર પર ગંભીર ગુના દાખલ છે, એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી લડતા 26 ટકા ઉમેદવાર પર ફોજદારી કેસ છે. આ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 30 ટકા ગ્રેજ્યુએટ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે જ્યારે ઉમેદવારોની સરેરાશ ઉંમર જોઈએ તો 40 વર્ષીની આસપાાસ છે.
5 બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોમાં 23 માંથી 1 ઉમેદવાર અભણ છે. જ્યારે 1 ઉમેદવાર સાક્ષર છે. બીજી તરફ ધોરણ 8 પાસ 3 ઉમેદવાર છ. બીજી તરફ 10 પાસ 8 ઉમેદવાર છે. 12 પાસ 3 ઉમેદવાર છે. આ સાથે 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. જ્યારે 4 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે. બીજી તરફ 2 ઉમેદવાર પોસ્ટ ગ્રજયુએટ છે.
વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે મોટી સંપત્તીની સાથે તેમના પર સૌથી વધુ દેવુ પણ છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે.