ટેક્નિકલ ખામીને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ સાન ફ્રાન્સિસ્કો માટે ટેક ઓફ કરી શકી ન હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં મુસાફરોને વધુ પડતા વિલંબ અને કાળજીના અભાવના મામલામાં કારણ બતાવો નોટિસ જારી કરી છે.
તમને જણાવી દઈએ કે સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ગુરુવારે બપોરે લગભગ 3.30 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થવાની હતી. ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ મોડી પડી હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું કે આ પછી ફ્લાઈટને શુક્રવાર બપોર માટે રીશેડ્યુલ કરવામાં આવી હતી.
બે ફ્લાઇટમાં વધુ પડતા વિલંબ માટે કારણ બતાવો નોટિસ
DGCAએ 30 મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ AI 183માં વધુ પડતા વિલંબ માટે પ્રથમ કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ સિવાય 24 મેના રોજ મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો જનારી AI 179 એરક્રાફ્ટની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વધુ પડતા વિલંબ માટે પણ નોટિસ જારી કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં વિલંબ અને મુસાફરોને પડતી સમસ્યાઓ અંગે સંજ્ઞાન લીધી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ પછી DGCA દ્વારા કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.
‘એર ઈન્ડિયાએ DGCA નિયમોનું ઉલ્લંઘન કર્યું’
એર ઈન્ડિયાના મુસાફરોને એર કન્ડીશનીંગ વગર પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે તેમને આકરી ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ બતાવો નોટિસ એ વાત પર ભાર મૂકે છે કે એર ઈન્ડિયાએ DGCA નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ રીતે મુસાફરોને વારંવાર અગવડતા પડતી હતી. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા મુસાફરોની કાળજી લેવામાં વારંવાર નિષ્ફળ રહી છે. ફ્લાઇટમાં વિલંબ એરલાઇન્સ દ્વારા મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ સંબંધિત ધોરણોનું પાલન ન કરવાને કારણે થયો હતો.