
દિવાળી નિમિત્તે અનેક લોકો વતન જવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, ભારે ભીડને કારણે ટ્રેનોમાં ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ દેશભરમાં 7000 થી વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આમાં 3000 થી વધુ વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશના જુદા જુદા ખૂણામાં જશે. ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે.
2 વંદે ભારત 1 તેજસ એક્સપ્રેસ
ઉત્તર રેલવેએ 26 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી 5 મોટા રાજ્યોમાં ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને આસામના નામ સામેલ છે. દિવાળી સ્પેશિયલ અને છઠ સ્પેશિયલ ટ્રેનોનું લિસ્ટ ઘણું લાંબુ છે. આ યાદીમાં 2 વંદે ભારત અને 1 તેજસ એક્સપ્રેસના નામ છે. પ્રથમ વંદે ભારત સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી પટના વચ્ચે અને બીજી ટ્રેન લખનૌ અને છપરા વચ્ચે દોડી રહી છે. દિવાળી પછી છઠ પૂજા માટે બિહાર જનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે નવી દિલ્હી અને પટના વચ્ચે તેજસ એક્સપ્રેસ પણ દોડી રહી છે.
પૂર્વ મધ્ય રેલવે 100 વિશેષ ટ્રેનો દોડાવશે
દિવાળી અને છઠના અવસર પર પૂર્વ મધ્ય રેલવેએ 100 થી વધુ વિશેષ ટ્રેનોને મંજૂરી આપી છે. હવે નવી દિલ્હીથી યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ગુજરાત માટે 15 જોડી અન્ય વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે.
