
Nepal Helicopter Crash: નેપાળમાં આજે બુધવાર, 7 ઓગસ્ટના રોજ એક દુ:ખદ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નેપાળના નુવાકોટના શિવપુરી ગ્રામીણ વિસ્તારમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર સૂર્યચૌર પહાડી સાથે અથડાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને બળીને ખાખ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 5 લોકો સવાર હતા.

5 લોકોના મોત
નેપાળના નુવાકોટના શિવપુરીમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરની નજીકથી પાંચના સળગેલા મૃતદેહ મળી આવ્યા છે. જેમાં 4 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
કેસની તપાસ શરૂ કરી હતી
આ હેલિકોપ્ટર દુર્ઘટના કેસની તપાસ નેપાળમાં શરૂ થઈ ગઈ છે. અકસ્માત કયા કારણોસર થયો તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
