Weather Forecast Today: દિલ્હી NCRમાં વરસાદ બાદ હવે ભેજના કારણે લોકો પરેશાન થયા છે. અહી કાળઝાળ ગરમી અને ભેજના કારણે લોકોને દિવસભર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ચોમાસાના આગમનને કારણે દેશના વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં સ્થિતિ સાવ અલગ છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસમાં દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય રહેવાની આગાહી કરી છે. જેના કારણે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 અને 18 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના છે. ત્યાર બાદ 19 જુલાઈથી 22 જુલાઈ સુધી હળવા વરસાદની શક્યતા છે.
ક્યાં ક્યાં પડશે વરસાદ, ક્યાં જારી છે ચેતવણી?
ભારતમાં ચોમાસું આવી ગયું છે. 22મી જુલાઈથી સાવન માસની શરૂઆત થઈ રહી છે. આવી સ્થિતિમાં માત્ર કેટલાક રાજ્યોમાં જ વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 જુલાઈએ તમિલનાડુ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
તામિલનાડુમાં ભારે વરસાદ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં 17 થી 18 જૂન વચ્ચે હળવા અને છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં 17 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
મુંબઈમાં કેવું રહેશે હવામાન?
ઉત્તરીય આંતરિક કર્ણાટક, આસામ, મેઘાલય, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં 19 જુલાઈથી 20 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં 18 થી 20 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે. મેઘાલય, આસામ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પ્રદેશમાં 20 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો મુંબઈના હવામાનની વાત કરીએ તો 17 જુલાઈએ મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના છે.