Rajnath Singh: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે દેશે 2023-24માં સંરક્ષણ ઉત્પાદનના મૂલ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે અને મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ નવા સીમાચિહ્નો પાર કરી રહ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે સરકાર ભારતને અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ વર્ષોવર્ષ નવા સીમાચિહ્નો પાર કરી રહ્યો છે.
તેમણે X પર લખ્યું હતું કે, ભારતે 2023-24માં સંરક્ષણ ઉત્પાદનના મૂલ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો નોંધાવ્યો છે. 2023-24માં ઉત્પાદનનું મૂલ્ય 1,26,887 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે પાછલા નાણાકીય વર્ષના ઉત્પાદન મૂલ્ય કરતાં 16.8 ટકા વધુ છે.
તેમની પોસ્ટમાં, તેમણે સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સંરક્ષણ ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ખાનગી ઉદ્યોગો સહિત ભારતીય ઉદ્યોગોને અભિનંદન આપ્યા હતા.