Modi Cabinet: નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રવિવારે પીએમ મોદીની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ વખતે NDAના ઘણા સહયોગીઓને પણ મોદી સરકારમાં સ્થાન મળ્યું છે. મોદી સરકારમાં NDAના સાથી પક્ષોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને TDP, JDU સહિત અનેક પક્ષોના નેતાઓને સ્થાન મળ્યું છે.
સાથી પક્ષોને સંપૂર્ણ સન્માન આપતા આ વખતે સરકારમાં અન્ય પક્ષોને 11 મંત્રી પદો ગયા છે. જેમાં 5 કેબિનેટ મંત્રીઓ સામેલ છે, જ્યારે 6 રાજ્ય મંત્રી છે. મંત્રી પરિષદમાં 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્ય મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમણે PM મોદી સાથે રવિવારે શપથ લીધા હતા.
ભાજપના સાથી પક્ષોને 5 કેબિનેટ મંત્રી પદ મળ્યા
- કિંજરપુ રામ મોહન નાયડુ, ટીડીપી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી
- જીતનરામ માંઝી, HAM, કેન્દ્રીય MSME મંત્રી
- રાજીવ રંજન, JDU, કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી
- એચડી કુમારસ્વામી, જેડીએસ, ભારે ઉદ્યોગ મંત્રી
- ચિરાગ પાસવાન, એલજેપી, કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી
ભાજપના સાથી પક્ષોને 6 રાજ્ય મંત્રી પદ મળ્યા
- જયંત ચૌધરી, આરએલડી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને સાહસિકતા
- રામદાસ આઠવલે, આરપીઆઈ, રાજ્ય મંત્રી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ
- રામનાથ ઠાકુર, JDU, રાજ્ય મંત્રી, કૃષિ અને ખેડૂત કલ્યાણ
- ચંદ્રશેખર પેમ્માસાની, ટીડીપી, રાજ્ય મંત્રી, ગ્રામીણ વિકાસ અને સંચાર
- પ્રતાપરાવ જાધવ, શિવસેના, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આરોગ્ય અને પરિવાર કલ્યાણ
- અનુપ્રિયા પટેલ, અપના દળ, રાજ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ
ટીડીપી સાંસદ રામ મોહન નાયડુ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. તેઓ મોદી કેબિનેટમાં સૌથી યુવા મંત્રી છે. નાયડુ ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ પણ રહી ચૂક્યા છે તેઓ ગત લોકસભામાં ટીડીપીના નેતા પણ હતા. જ્યારે ટીડીપીકે ચંદ્રશેખર પેમ્માસાની આંધ્રપ્રદેશના ગુંટુરથી સાંસદ છે, જેમને મંત્રી પદ મળ્યું છે.
નીતિશ કુમારના નજીકના અને બિહારના મુંગેરના સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહને પણ મંત્રી પદ મળ્યું છે. તેઓ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જેડીયુના રામનાથ ઠાકુરની વાત કરીએ તો તેઓ ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે. જેમને મંત્રી પદ મળ્યું છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ સેક્યુલરના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ માંડ્યા બેઠક પરથી ચૂંટણી જીતી છે. તેમને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.