પશ્ચિમ અરબી સમુદ્રમાં માલવાહક જહાજો પર હૂથી આતંકવાદીઓ દ્વારા ચાંચિયાગીરી અને હુમલાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય નૌકાદળે 30 થી વધુ જહાજો તૈનાત કર્યા છે અને છેલ્લા એક વર્ષમાં 25 થી વધુ ઘટનાઓનો જવાબ આપ્યો છે. જેના કારણે 400 થી વધુ લોકોના જીવ બચાવી શકાયા હતા.
નૌકાદળે વર્ષ-અંતની સમીક્ષામાં જણાવ્યું હતું કે તેણે 9 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો વહન કરતા 230 કરતાં વધુ વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડી હતી.
હુથી આતંકવાદીઓ વેપારી જહાજોને નિશાન બનાવે છે
હુથી આતંકવાદીઓએ આખા વર્ષ દરમિયાન લાલ સમુદ્રમાં મોટી સંખ્યામાં વેપારી જહાજોને નિશાન બનાવ્યા હતા. ભારતીય નૌકાદળએ વ્યૂહાત્મક જળસીમામાં વિવિધ જહાજોના હુમલાઓનો સામનો કર્યા બાદ સહાય પૂરી પાડી હતી.