Asam News: આસામની બરાક ખીણમાં અલગ-અલગ ઓપરેશનમાં પ્રતિબંધિત ડ્રગ્સ સાથે સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી. આ અભિયાન શનિવારે શરૂ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આ ઓપરેશન પોલીસના મજબૂત ગુપ્તચર ઓપરેશનના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. કરીમગંજ પોલીસે એક દુકાન પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી 800 કિલો માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ટ્વિટર પર પોસ્ટ કરતા સીએમ સરમાએ કહ્યું કે, કચર પોલીસે 1.9 કિલો હેરોઈન જપ્ત કર્યું છે અને છ લોકોની ધરપકડ કરી છે. આ અભિયાન રાજ્યમાં ડ્રગ્સની સાંઠગાંઠને નબળું પાડી રહ્યું છે.
થાણે, મહારાષ્ટ્રમાં પ્લેટફોર્મ પાંચ અને છના રિપેરિંગ કરવાનું કામ પૂર્ણ થયું
સેન્ટ્રલ રેલ્વે (CR) એ રવિવારે કહ્યું કે તેઓએ મહારાષ્ટ્રના થાણેમાં પ્લેટફોર્મ પાંચ અને છને પહોળું કરવાનું કામ પૂર્ણ કર્યું છે. સીઆરએ થાણે સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામ માટેના ખાસ બ્લોક વિશે વિગતો શેર કરી. 584 મીટર લાંબા પ્લેટફોર્મ પાંચ અને છને બે થી ત્રણ મીટર પહોળા કરવામાં આવ્યા છે. મધ્ય રેલવેએ થાણે રેલવે સ્ટેશન પર 63 કલાકનો મેગા બ્લોક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર 36 કલાકનો મેગા બ્લોક શરૂ કર્યો છે.