Prajwal Case: પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર અને કર્ણાટક સેક્સ કાંડમાં પીડિતાના અપહરણના આરોપી એચડી રેવન્નાના પોલીસ રિમાન્ડને 14 મે સુધી લંબાવવામાં આવ્યો છે. તેમની સામે શહેરના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. SIT અધિકારીઓએ 4 મેના રોજ તેની ધરપકડ કરી હતી.
કર્ણાટક સેક્સ કાંડમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાનના પુત્ર એચડી રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આ પછી સાંસદ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયા હતા. આરોપ છે કે પીડિતાની માતાનું અપહરણ એચડી રેવન્ના દ્વારા કરવામાં આવ્યું હતું. જેડી(એસ)ના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેમના વિશ્વાસુ સતીશ બબન્ના સામે 29 એપ્રિલે મહિલાનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. એચડી રેવન્નાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. બુધવારે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
કુમારસ્વામીએ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી હતી
જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેમના ભત્રીજા અને હાસનથી પાર્ટીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલના વીડિયો ધરાવતી 25,000 પેન ડ્રાઇવ ચૂંટણી પહેલા વહેંચવામાં આવી હતી.