
Maharashtra: મહારાષ્ટ્રના મુંબઈની સિવિલ હોસ્પિટલમાં એક ઝડપી કારની ટક્કરથી એક વરિષ્ઠ મહિલાનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે લોકમાન્ય તિલક મ્યુનિસિપલ હોસ્પિટલમાં બની હતી. તમને જણાવી દઈએ કે તેને સાયન હોસ્પિટલ પણ કહેવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી મહિલાની ઓળખ થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ, મહિલાનું મોત ઝડપી કારની ટક્કરથી થયું હતું, પરંતુ પોલીસ કેસ નોંધતા પહેલા હોસ્પિટલના નિવેદનની રાહ જોઈ રહી છે. અધિકારીએ કહ્યું કે તેણે તમામ માહિતી એકત્ર કરી લીધી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
