સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી જયરામ રમેશની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. જયરામ રમેશે ૧૯૬૧ના ચૂંટણી આચાર નિયમોમાં કરવામાં આવેલા સુધારાને પડકાર્યો છે. આ સુધારાઓ ઉમેદવારોના સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને વિડિયો ફૂટેજ સહિતના ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂકે છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 17 માર્ચથી શરૂ થતા અઠવાડિયામાં નક્કી કરી છે.
શું મામલો છે?
સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ દ્વારા ચૂંટણી આચાર નિયમો, 1961 માં તાજેતરના સુધારાને પડકારતી અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. સુધારેલા નિયમો સીસીટીવી અને અન્ય ચૂંટણી સંબંધિત દસ્તાવેજો સુધી જાહેર જનતાની પહોંચને પ્રતિબંધિત કરે છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે કોંગ્રેસના નેતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીની દલીલો સાંભળી અને અરજી પર નોટિસ જારી કરી.