
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેપારનો વિરોધ કરવા બદલ એક મહિલા અને તેની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો. જેના કારણે બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી. હાલમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેપાર સામે વાંધો ઉઠાવ્યા બાદ 38 વર્ષીય મહિલા અને તેની પુત્રી પર તેમના પડોશીઓએ હુમલો કર્યો હતો. હાલમાં, પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં ડોમ્બિવલી શહેરમાં થયેલા હુમલા માટે આઈપીસીની કલમ 118(1) (ખતરનાક હથિયારો અથવા માધ્યમથી સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અથવા ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.