Tripura: ત્રિપુરાથી હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે કે રાજ્યમાં 828 વિદ્યાર્થીઓને HIV હોવાનું નિદાન થયું છે. જેમાંથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એચઆઈવીથી પીડિત ઘણા વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓ કે મોટી કોલેજોમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહ્યા છે.
ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી -TSACS ના ડેટા અનુસાર, રાજ્યમાં 828 વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણની પુષ્ટિ થઈ છે. AIDS કંટ્રોલ સોસાયટીએ HIV સંક્રમણ માટે 828 વિદ્યાર્થીઓ નોંધ્યા છે. જેમાંથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે. TSACS એ રાજ્યની 220 શાળાઓ, 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ડ્રગના વ્યસન માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે.
TSACS ના જોઈન્ટ ડિરેક્ટરે ત્રિપુરા જર્નાલિસ્ટ યુનિયન, વેબ મીડિયા ફોરમ અને TSACS દ્વારા સંયુક્ત રીતે આયોજિત વર્કશોપને સંબોધિત કરતી વખતે આ આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગ્સના વ્યસની જોવા મળ્યા છે.
TSACSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મે 2024 સુધીમાં, અમે ART-એન્ટિરેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરાવી છે. HIVથી પીડિત લોકોની કુલ સંખ્યા 5,674 છે અને તેમાંથી 4,570 પુરૂષો, 1103 મહિલાઓ છે અને માત્ર એક દર્દી ટ્રાન્સજેન્ડર છે.
એચ.આય.વી.ના કેસોમાં વધારા માટે માદક દ્રવ્યોના દુરુપયોગને જવાબદાર ઠેરવતા TSACSએ જણાવ્યું હતું કે મોટા ભાગના કેસોમાં સમૃદ્ધ પરિવારોના બાળકો એચઆઇવીથી સંક્રમિત જોવા મળ્યા છે. એવા પરિવારો પણ છે જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે.