
Dengue Vaccine: ડેન્ગ્યુ તાવને રોકવામાં ડેંગિઓલ નામની રસીની અસર જાણવા માટે 10,335 તંદુરસ્ત પુખ્ત વયના લોકો પર ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. ટ્રાયલમાં ભાગ લેનારા લોકોની ઉંમર 18 થી 60 વર્ષની હશે.
બાયોમેડિકલ સાયન્ટિસ્ટ ડૉ. શીલા ગોડબોલેએ કહ્યું કે, પેનેશિયા બાયોટેકે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH)ની મદદથી આ રસી બનાવી છે. દેશના 19 સ્થળોએ તેનું ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
ગોડબોલે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સલેશનલ વાઇરોલોજી એન્ડ એઇડ્સ રિસર્ચ, પુણેના ડિરેક્ટર પણ આ ટ્રાયલના મુખ્ય તપાસકર્તા છે.
Panacea Biotech એ અમેરિકન સંસ્થા સાથે કરાર દ્વારા સ્વદેશી રસી તૈયાર કરી છે. નિષ્ક્રિય ઘટકો સિવાય રસીનું વાયરસ માળખું NIH રસી જેવું જ છે. પ્રારંભિક તબક્કાના અભ્યાસમાં તેના પરિણામો આશાસ્પદ રહ્યા છે.
