
શું આજની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આપણો માનવ ઇતિહાસ જવાબદાર છે? એક નવા રિસર્ચ પરથી આ કેસ હોવાનું જણાય છે. આ વિચિત્ર સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે 6 સદીઓ પહેલા માનવીઓમાં ફેલાયેલી બ્લેક ડેથ નામની મહામારીનો સંબંધ આજે માનવીના મોંમાં રહેતા સૂક્ષ્મ જીવો સાથે છે. સ્થૂળતા, હૃદયરોગ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા આજે ઘણા રોગો માટે આ જીવો જવાબદાર છે.
બ્લેક ડેથ નામની મહામારી 14મી સદીમાં આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી. આને બીજી પ્લેગ મહામારી પણ કહેવામાં આવે છે. જેના કારણે યુરોપમાં 30 થી 60 ટકા વસ્તી નાશ પામી હતી. પેન સ્ટેટ અને એડિલેડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં વિચિત્ર પરિણામ સામે આવ્યું છે કે ત્યારથી, મનુષ્યના બદલાયેલા આહાર અને સ્વચ્છતાની આદતોએ મૌખિક જંતુઓ એટલે કે માઇક્રોબાયોમની દુનિયાને બદલી નાખી છે, જેના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે.