PM મોદીનું નિવેદન,’દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યો તે દેશથી હોવું ગર્વની વાત છે’

PM Modi's statement, 'It is a matter of pride to be from the country that gave the world Buddha and not war'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એશિયન બૌદ્ધ પરિષદ ફોર પીસ (ABCP) ની 12મી જનરલ એસેમ્બલીમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં બૌદ્ધ ધર્મ સાથેના ભારતના સમૃદ્ધ સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે અમને ગર્વ છે કે અમે તે દેશના રહેવાસી છીએ જેણે વિશ્વને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યું. ભારત એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે વિશ્વભરની યુવા પેઢી ભગવાન બુદ્ધ વિશે વધુ શીખે અને તેમના આદર્શોથી પ્રેરિત થાય.

મોદીએ તેમના લેખિત સંદેશમાં ભગવાન બુદ્ધના સિદ્ધાંતો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓ વિશે વાત કરી હતી. તેમણે ગ્લોબલ સાઉથના હિતોની હિમાયત કરવામાં તેમની ભૂમિકા વિશે પણ જણાવ્યું. તેમણે લખ્યું કે ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે. તેમણે બૌદ્ધ સર્કિટ વિકસાવવા, હેરિટેજ સાઇટ્સ સાથે કનેક્ટિવિટી વધારવા, બૌદ્ધ સંસ્કૃતિ માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના અને ભગવાન બુદ્ધના ઉપદેશોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાના દેશના પ્રયાસોને રેખાંકિત કર્યા.