આઝાદીના સમયે રામ મંદિર હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ ન હતો, રાજનાથ સિંહે આપ્યું નિવેદન

Ram temple was not a Hindu-Muslim dispute at the time of independence, Rajnath Singh asserted

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સ્વતંત્રતા ચળવળ દરમિયાન રામ મંદિર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદનો મુદ્દો ન હતો અને દરેક સમુદાયે ‘રામ જન્મભૂમિ ચળવળ’ને કોઈને કોઈ રીતે સમર્થન આપ્યું હતું.

રક્ષા મંત્રી રાજનાથ ગુરુવારે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 500 વર્ષની રાહ જોયા બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યામાં બની રહેલું નવું રામ મંદિર એ ભારતીય સંસ્કૃતિના પુનઃસ્થાપનનું પ્રતીક છે.

રામ વિના ભારતની કલ્પના કરી શકાતી નથી. અયોધ્યા નવા ભારતનું પ્રતીક બનશે જે દેશને ફરી એકવાર વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા આપશે.

રાજનાથે કહ્યું કે આઝાદીની ચળવળ દરમિયાન 12 મુસ્લિમોએ રામ મંદિરના સમર્થનમાં એફિડેવિટ આપી હતી. રામ મંદિર સંબંધિત પ્રથમ એફઆઈઆર શીખોના એક જૂથ વિરુદ્ધ નોંધવામાં આવી હતી. દરેક સમુદાયે રામજન્મભૂમિ આંદોલનને કોઈને કોઈ રીતે સમર્થન આપ્યું છે.