રિષભ પંત દેખાયો પ્રેક્ટિસ સેશનમાં, નેટ્સમાં સાથે જોવા મળ્યો વિરાટ પણ

Rishabh Pant appeared in the practice session, Virat was also seen in the nets

ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 (IND vs AFG) માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બંને ટીમો 17 જાન્યુઆરીએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. પરંતુ આ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ફેન્સને મોટું સરપ્રાઈઝ મળ્યું. રિષભ પંતે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પંતના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઋષભ પંત 2022ના અંતમાં ઘરે જતી વખતે એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. ગંભીર ઈજાના કારણે તે એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. જોકે, એવી અટકળો છે કે પંત IPL 2024માં દિલ્હીની ટીમમાં વાપસી કરી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પંત ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર હોવા છતાં પણ તે સમયાંતરે પોતાના સાથી ખેલાડીઓને મળતો રહે છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 પહેલા પંતે પ્રેક્ટિસ સેશનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. પંત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમના યુવા સ્ટાર રિંકુ સિંહને મળ્યો હતો. આ સિવાય તે વિરાટ કોહલી સાથે પણ મસ્તી કરતો જોવા મળ્યો હતો. રિષભ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું પંત સંપૂર્ણપણે ફિટ છે?

IPL 2024 વિશે, સૌરવ ગાંગુલી સહિત ઘણા દિગ્ગજોએ આશા વ્યક્ત કરી છે કે પંત IPL 2024માં પુનરાગમન કરી શકે છે. પંત તેના સોશિયલ મીડિયા પર તેના ફેન્સને ફિટનેસ અપડેટ્સ આપતો રહે છે. ગત સિઝનમાં ડેવિડ વોર્નરે પંતની ગેરહાજરીમાં દિલ્હીનું સુકાન સંભાળ્યું હતું. હવે જોવું એ રહ્યું કે પંત આ વખતે IPLમાં વાપસી કરે છે કે નહીં.