Team India:ભારતીય ટીમ આ વર્ષે ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેણે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ સિરીઝ આવતા વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં થશે.
પ્રથમ મેચ 20 જૂને રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી વર્ષની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 20 જૂને હેડિંગ્લે ખાતે રમાશે. આ પછી બીજી મેચ 2જી જુલાઈથી બર્મિંગહામમાં, ત્રીજી મેચ 10મી જુલાઈથી લોર્ડ્સના મેદાનમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી લંડનમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ:
- પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, હેડિંગલી
- બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, બર્મિંગહામ
- ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, લોર્ડ્સ
- ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
- પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, લંડન
ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડે જણાવ્યું હતું કે ભારતનો પ્રવાસ હંમેશા એક મોટું આકર્ષણ અને કોઈપણ ક્રિકેટ ઉનાળાની ખાસિયત છે. પુરુષોની છેલ્લી ટેસ્ટ શ્રેણી અહીં રોમાંચક હતી અને મને ખાતરી છે કે આવતા વર્ષની મેચ પણ એટલી જ રોમાંચક હશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. આ પછી આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 4-1થી શ્રેણી જીતી હતી.
ભારતીય મહિલા ટીમ આવતા વર્ષે જૂન અને જુલાઈમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે T20 અને ODI શ્રેણી પણ રમશે. ટી20 સિરીઝ પાંચ મેચની હશે. વનડે શ્રેણી ત્રણ મેચની હશે.
ઇંગ્લેન્ડ વિમેન્સ VS ભારતીય મહિલાઓ વચ્ચેની T20 સિરીઝનું શેડ્યૂલ:
- પ્રથમ T20I મેચઃ 28 જૂન
- બીજી T20I મેચ: 1 જુલાઈ
- ત્રીજી T20I મેચ IT20: 4 જુલાઈ
- ચોથી T20I મેચ: 9 જુલાઈ
- પાંચમી T20I મેચ: 12 જુલાઈ
ઈંગ્લેન્ડ મહિલા VS ભારતીય મહિલા વચ્ચેની વનડે શ્રેણીનું સમયપત્રક:
- 1લી ODI: 16 જુલાઈ
- બીજી ODI: 19 જુલાઈ
- ત્રીજી ODI: 22 જુલાઈ