IPL 2025 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટની 18મી સીઝન રમાશે, જેમાં ગુજરાત ટાઇટન્સ ટીમ પોતાની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. તો ચાલો જાણીએ કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ શું હશે.

ગુજરાતની ટીમ 25 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમ 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ગુજરાતની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની બીજી લીગ મેચ રમશે. આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ ટીમનો ત્રીજો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ ગુજરાતનો ઘરઆંગણેથી બહારનો પહેલો લીગ મેચ હશે.
ગયા સીઝન એટલે કે IPL 2024 ની જેમ, આ વખતે IPL 2025 માં, તે ગુજરાત ટાઇટન્સની આગેવાની કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા બાદ ગિલને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પહેલી બે સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૨૨માં તેની પહેલી સિઝનમાં, ગુજરાતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ આગામી સીઝનમાં એટલે કે 2023માં, ટીમ હાર્દિકની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી, પરંતુ ટાઇટલ જીતી શકી નહીં. આ પછી, 2024 માં, શુભમન ગિલની કેપ્ટનશીપમાં, ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં.

રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોટ્ઝી, અરશદ ખાન, ગુર્નૂર બ્રાર, શેરફેન રૂધરફોર્ડ, સાઈ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત.