Paris Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈના રોજ યોજાનારી ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા ટેબલ ટેનિસ ઈવેન્ટનો ડ્રો જાહેર કરવામાં આવ્યો છે. ભારત વતી આ ઈવેન્ટમાં ભાગ લેવા ગયેલી સ્ટાર મહિલા ખેલાડી મનિકા બત્રા પ્રથમ રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની 18 વર્ષની ખેલાડી અન્ના હર્સી સામે ટકરાશે. મનિકા હાલમાં 18મી ક્રમાંકિત ખેલાડી છે અને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં મહિલા સિંગલ ઇવેન્ટમાં ત્રીજા રાઉન્ડ બાદ બહાર થઈ ગઈ હતી. મણિકા બત્રા ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે તેણે 2016માં રિયો ઓલિમ્પિકથી ડેબ્યૂ કર્યું હતું.
શ્રીજા અકુલાનો સામનો સ્વીડનની ખેલાડી સાથે થશે
મનિકા બત્રા ઉપરાંત, શ્રીજા અકુલાએ પણ ભારત તરફથી પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સ ઈવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે, જે પ્રથમ રાઉન્ડમાં રાઉન્ડ ઓફ 64માં સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગ સામે રમશે. મહિલા ટીમ રાઉન્ડ ઓફ 16માં રોમાનિયા સામે ટકરાશે.
શરથ કમલનો સામનો સ્લોવેનિયન ખેલાડી સાથે થશે
જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં પુરૂષોના ડ્રોની વાત કરીએ તો અનુભવી ખેલાડી શરથ કમલનો પ્રથમ રાઉન્ડમાં સ્લોવેનિયાના 27 વર્ષીય ખેલાડી દાની કોઝુલ સામે થશે. જ્યારે હરમીત દેસાઈ પ્રારંભિક રાઉન્ડથી તેના અભિયાનની શરૂઆત કરશે જેમાં તે 27 જુલાઈએ જોર્ડનના ખેલાડી ઝૈદ અબો યામન સામે રમશે. આ રાઉન્ડના વિજેતાને રાઉન્ડ ઓફ 64માં રમવાની તક મળશે. તે જ સમયે, ભારત પ્રથમ વખત ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં પણ જોવા મળશે જેમાં તે ચીનની ટીમ સાથે ટકરાશે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓનું સમયપત્રક
- રાઉન્ડ ઓફ 64: મનિકા બત્રા વિ. અન્ના હર્સી (ગ્રેટ બ્રિટન)
- રાઉન્ડ ઓફ 64: શ્રીજા અકુલા વિ. ક્રિસ્ટીના કેલબર્ગ (સ્વીડન)
- રાઉન્ડ ઓફ 64: શરથ કમલ વિ ડેની કોઝુલ (સ્લોવેનિયા)
- પ્રારંભિક રાઉન્ડ: હરમીત દેસાઈ વિરુદ્ધ ઝૈદ અબો યમન (જોર્ડન)
ટીમ ઇવેન્ટ
- ભારત વિ ચીન (પુરુષ ટીમ ઇવેન્ટ)
- ભારત વિ રોમાનિયા (મહિલા ટીમ ઇવેન્ટ)