
જાપાનમાં ‘ભવિષ્યનું શહેર’ બની રહ્યું છે. તેને વુવન સિટી નામ આપવામાં આવ્યું છે અને તે કાર કંપની ટોયોટા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. માઉન્ટ ફીજીની તળેટીમાં બનેલા આ શહેરમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. રોબોટ્સથી લઈને ઓટોનોમસ રેસિંગ કાર સુધી બધું જ અહીં જોવા મળશે. આ વર્ષના અંત સુધીમાં લોકો અહીં સ્થાયી થવા લાગશે. શરૂઆતમાં, અહીં 100 લોકોને સ્થાયી કરવાની યોજના છે.
શહેરનો પ્લાન 5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો
ટોયોટાએ 2020 માં આ શહેર વસાવવાની યોજના જાહેર કરી હતી. અહીં 23 ફેબ્રુઆરી 2021 ના રોજ કામ શરૂ થયું. જે જગ્યાએ આ શહેર બની રહ્યું છે, ત્યાં પહેલા ટોયોટા મોટર ઇસ્ટ જાપાનનો પ્લાન્ટ હતો. વુવન સિટીનો પહેલો તબક્કો ગયા વર્ષે ઓક્ટોબરમાં પૂર્ણ થયો હતો. હવે તેને લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.